મગફળીમાં 75 થી 90 દિવસની માવજત

મગફળીની ખેતીમાં પ્રથમ 75 દિવસ સુધી કરેલી માવજત પાક માટેનો આધાર છે. પરંતુ ખરેખર ઉત્પાદન અને ગુણવત્તા નક્કી કરે છે 75 થી 90 દિવસનો સમયગાળો. આ સમયે પાકમાં દોડવા બંધાય છે, દાણા ભરાય છે અને તેલની ટકાવારી નક્કી થાય છે. એટલે ખેડૂતોએ પોષણ વ્યવસ્થાપન, રોગ-જીવાત નિયંત્રણ અને દોડવાની સાઈઝ વધારવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.મગફળી - માવજત


૧. મગફળીમાં પોષણ વ્યવસ્થાપન

આ અવસ્થામાં પાકને કેલ્શિયમ, પોટાશ, સલ્ફર, ફોસ્ફરસ, બોરોન, ઝીંક અને મેગ્નેશિયમ જેવી તત્ત્વોની ખૂબ જરૂર હોય છે.

વોટર સોલ્યુબલ ખાતરો:

  • 0:52:34 (100 ગ્રામ/પંપ) + બોરોન 20% (15 ગ્રામ/પંપ) નો સ્પ્રે – 75 દિવસની આસપાસ
  • કેલ્શિયમ નાઇટ્રેટ (80–100 ગ્રામ/પંપ) + બોરોન 20% (15 ગ્રામ/પંપ) નો સ્પ્રે – 80 થી 90 દિવસ
  • યાદ રાખવું કે કેલ્શિયમ નાઇટ્રેટને અન્ય દવાઓ કે ફૂગનાશકો સાથે મિક્સ ન કરવું.

જીબ્રેલિક એસિડ + ઝી-50:

જીબ્રેલિક એસિડ (2.5 ગ્રામ/100 લિટર પાણી) ઝી-50 સાથે મિક્સ કરીને સ્પ્રે કરવાથી દાણા ભરાવદાર અને તેલની ટકાવારી વધારે મળે છે.

દાણાદાર ખાતર:

બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ (4–5 કિગ્રા/વીઘા) ઉડાડવાથી પણ ઉત્તમ પરિણામો મળે છે.


૨. રોગ નિયંત્રણ

પાનના રોગો:

  • પાનના ટપકા (અગાઉના અને મોડા), ગેરુ, રાતડ, ચિતરી
  • ઉપાય:
    • એઝોસ્ટ્રોબીન 18.2% + ડાયફેનાકોનાઝોલ 11.4% (20 મિ.લિ./પંપ)
    • એઝોસ્ટ્રોબીન 11% + ટેબ્યુકોનાઝોલ 18.3% (30 મિ.લિ./પંપ)

જમીનજન્ય રોગો:

  • સફેદ ફૂગ, પોડરોટ, કાળી ફૂગ
  • ઉપાય: કેલ્શિયમ નાઇટ્રેટનો સ્પ્રે અથવા જમીનમાં પુરવઠો કરવો

૩. જીવાત નિયંત્રણ

લીલી લશ્કરી ઈયળો, થ્રીપ્સ, કથીરીઓ, મુંડા, વાયરવોમ અને નેમેટોડ આ સમયગાળા દરમ્યાન પાકને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.

જૈવિક નિયંત્રણ:

  • ફેરોમેન ટ્રેપ્સ લગાવવી
  • બીવેરિયા બાજીયાના (80 ગ્રામ/પંપ) નો સ્પ્રે
  • NPV નો ઉપયોગ
  • EPN (એન્ટોમોપેથોજેનિક નેમેટોડ) – 1 કિગ્રા/એકર ડ્રેન્ચિંગમાં

રાસાયણિક નિયંત્રણ:

  • એમામેક્ટિન બેન્ઝોઈટ 5% (10 ગ્રામ/પંપ)
  • ક્લોરાન્ટ્રાનીલિપ્રોલ 18.5% (5 મિ.લિ./પંપ)
  • નોવાલયુરોન 5.25% + એમામેક્ટિન બેન્ઝોઈટ 0.9% (25 મિ.લિ./પંપ)
  • કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ 4G (2 કિગ્રા/વીઘા)

નોંધ: શક્ય હોય ત્યાં સુધી જૈવિક પદ્ધતિઓનો પ્રાથમિક ઉપયોગ કરવો. ઝેરી કેમિકલથી જમીન અને પર્યાવરણને નુકસાન થાય છે.


૪. વધારાનો નફો અને ઉત્પાદન

  • દાણા વધુ ભરાવદાર
  • તેલની ટકાવારી વધારે
  • સરેરાશ 2–5 મણ ઉત્પાદનનો વધારો પ્રતિ વીઘા
  • રોકાણ કરતાં 5 ગણી આવક

નિષ્કર્ષ

મગફળીમાં 75 થી 90 દિવસનો સમય “ગેમ ચેન્જર” છે. આ દરમિયાન યોગ્ય પોષણ, રોગ-જીવાત નિયંત્રણ અને સ્પ્રે કરવામાં આવે તો પાકની ગુણવત્તા, ઉત્પાદન અને આવકમાં ગેરંટીથી વધારો થાય છે.
તો ખેડૂત મિત્રો, સમયસર યોગ્ય પગલાં ભરીને તમારા મગફળીના પાકને વધુ ઉત્પાદનક્ષમ અને નફાકારક બનાવો.

 

Leave a comment